Home visit to TB Patients

ટીબીના દર્દીની ઘરની મુલાકાત

દર્દીઓ અને તેમના પરિવારો સાથેની વાતચીતએ,  દર્દી જે રોગથી પીડાય છે અને સારવારના કોર્સને અનુસરે છે તે અંગેની સમજને આપવા માટે મહત્વપૂર્ણ છે.

ઘરની મુલાકાત દરમિયાન ધ્યાનમાં લેવાના પાસાઓ:

Contact Tracing and Investigation

કોન્ટેક્ટ ટ્રેસીંગ

કોન્ટેક્ટ ટ્રેસીંગ એ એવા લોકોને ઓળખવાની પ્રક્રિયા છે કે જેઓ જાણીતા ટીબી કેસ સાથેના સંપર્કને કારણે ટીબી થવાનું જોખમ ધરાવતા હોય છે.

કોન્ટેક્ટ ટ્રેસિંગનો ઉદ્દેશ્ય ટીબી રોગ ધરાવતા અન્ય લોકોને અને ટીબીથી સંક્રમિત લોકોને શોધવાનો છે

તમામ નજીકના સંપર્કો, ખાસ કરીને પલ્મોનરી ટીબીના દર્દીના ઘરના સંપર્કોની ટીબી માટે તપાસ કરવી જોઈએ.

બાળરોગના ટીબીના દર્દીઓમાં, બાળકના પરિવારમાં કોઈપણ સક્રિય ટીબી કેસની શોધ માટે રિવર્સ કોન્ટેક્ટ ટ્રેસિંગ હાથ ધરવું આવશ્યક છે.

Public Health Actions

જાહેર આરોગ્ય પ્રક્રિયા

નિદાન પછી ટીબીના દર્દીઓમાં વધુ આરોગ્યની સુવિધાને ટેકો આપવા અને રોગનો ફેલાવો અટકાવવા માટે NTEP પ્રોગ્રામ હેઠળ જાહેર આરોગ્ય પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે.

 

Role of Health Volunteers in TB Treatment and care

સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકોની ભૂમિકા - ટીબી સારવાર અને સંભાળ

  • દવાઓનું સંચાલન અને ઉપચારનું પાલન

સામુદાયિક આરોગ્ય સ્વયંસેવકોએ દર્દી દ્વારા ટીબીની દવાઓના પુરવઠા અને નિયમિત વપરાશની ખાતરી કરવી જોઈએ, જેથી ટીબીના દર્દીઓ તેમની સારવાર સમયસર લે.

 

Recording and Monitoring Adherence

રેકોર્ડિંગ અને મોનીટરીંગ પાલન

સારવાર પાલન નીચે મુજબ કરી શકાય છે

દર્દીના ટીબી સારવાર કાર્ડમાં સારવાર સહાયક (ડોટ પ્રોવાઈડર) દ્વારા જાતે.
99 DOTS અને M E R M જેવી ટેક્નીકોનો ઉપયોગ કરીને સારવાર પાલનની જાણ કરવા માટે ડિજિટલ ટૂલ્સનો ઉપયોગ કરીને દર્દી દ્વારા જ સ્વ-રીપોર્ટીંગ કરવામાં આવે છે.
સારવાર પાલનનુ મોનીટરીંગ :

ટીબીની સારવાર પ્રત્યેના દર્દીના પાલનનુ મૂલ્યાંકન કરવા માટે તમામ ટીબીના દર્દીઓનું નિરીક્ષણ કરવું જોઈએ. નિક્ષય પાલન કેલેન્ડરમાં દર્દી દ્વારા લેવામાં આવેલા વિવિધ ડોઝ માટે કલર લેજેન્ડ છે જેમા સારવાર પાલનનુ મોનીટરીંગ કરી શકાય છે. 

Importance of Treatment adherence

ટીબીમાં સારવારના પાલનનું મહત્વ

ક્ષય રોગ (ટીબી) મા સારવારનું પાલન વ્યક્તિગત અને જાહેર આરોગ્યને સેવા સુધરવા માટે  મહત્વપૂર્ણ છે. ક્ષય રોગની સારવારમાં નબળું પાલન દર્દીઓનુ મ્રુત્યુ, દર્દીઓને વધુ તકલીફ, ડ્રગ રેઝિસ્ટન્ટ ટ્યુબરક્યુલોસિસનું જોખમ, ખર્ચાળ સારવારમાં પરિણમે છે અને દર્દીની સારવાર લંબાઈ પણ શકે છે:

ક્ષય રોગના તમામ પ્રકારની યોગ્ય સારવાર વ્યક્તિગત રોગ અને મૃત્યુદર ઘટાડવા અને કુટુંબ અને સમુદાયના સભ્યોમાં સંક્રમણને અટકાવવા માટે ખૂબજ મહત્વપૂર્ણ છે.

Subscribe to